CMએ મહાનગરપાલિકાઓના કાઉન્સેલરોના માસિક માનદ વેતનમાં કર્યો વધારો
Live TV
-
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યની મહાનગર પાલિકાઓના મ્યુનિસિપલ કાઉન્સિલરોના માસિક માનદ વેતન તેમજ અન્ય ભથ્થામાં 1 એપ્રિલ 2018ની અસરથી વધારો આપવાનો નિર્ણય કર્યો છે.
વિજય ભાઈ રૂપાણીના આ નિર્ણય અનુસાર હવે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટના કોર્પોરેટરને માસિક 12હજાર માનદ વેતન તેમજ મીટીંગ ભથથું દર મીટીંગના 500 ટેલિફોન એલાઉન્સ માસિક1000 તથા સ્ટેશનરી એલાઉન્સ દર મહિને 1500 પ્રમાણે મળશે.
જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરના કોર્પોરેટરો ને માસિક 7000 માનદ વેતન અને મીટીંગ દીઠ ભથ્થું 500 તથા દર મહિને ટેલિફોન ભથ્થુ 1000 તેમજ સ્ટેશનરી ભથ્થું 1500 મળશે. આ અગાઉ તમામ મહાનગરોના કોર્પોરેટરોને માસિક 3000 માનદ વેતન મળતું હતું. તેમજ મીટીંગ દીઠ ભથ્થું 250 માસિક ટેલિફોન ભથ્થું750 અને સ્ટેશનરી ભથ્થું 500 મળતું હતું.
