આણંદઃ એન્જિનીયર ખેડૂત મેળવે છે ઓર્ગેનિક ખેતીથી હળદરનો મબલખ પાક
Live TV
-
બોરીયાવી ગામના એક ખેડૂત હળદરની ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવી દેશ -વિદેશમાં જાતે જ એક્સપોર્ટ કરી રહ્યા છે.
આણંદના બોરીયાવી ગામના સફળ ખેડૂત દેવેશભાઈ પટેલ પોતાની આગવી સુઝબુઝ થી ઓર્ગેનિક હળદરની ખેતી કરી ઉત્તમ આવક મેળવી રહ્યા છે.
તેઓ કોમ્પ્યુટર ઈજનેરની ડિગ્રી ધરાવે છે. તેઓ હળદરનું ઉત્પાદન કરી જાતે જ હળદર પાવડર, હળદર નું અથાણું, હળદરનો જ્યુસ તેમજ હળદરની કેપ્સુલ જેવી પ્રોડક્ટ બનાવે છે. હળદરના પાકની એક એકરે, માત્ર પોણા બે લાખનો ખર્ચ કરી ચાર લાખની આવક મેળવે છે.
તેઓ કોઈપણ કેમિકલ્સ કે જંતુનાશક દવાઓ ના ઉપયોગ વગર એક એકરે - ચાર કિવન્ટલ બિયારણનો ઉપયોગ કરે છે. જેમાંથી 200 ક્વિન્ટલ ઉત્પાદન મેળવે છે. હળદરમાંથી અન્ય પ્રોડકટ બનાવવા માટે તેમણે જાતે અનેક આધુનિક મશીનો પણ વિકસાવ્યા છે.
સાથે સાથે અનેક લોકોને રોજીરોટી પણ આપી છે. પોતે ઓનલાઇન વેબસાઈટ દ્વારા ડાઇરેક્ટ ઓર્ડર પણ લઇ પોતે માર્કેટિંગ કરી પોતે બનાવેલ પ્રોડકટ સીધી ગ્રાહક પાસે પહોચાડે છે.
