Skip to main content
Settings Settings for Dark

મંદિર પરિસરમાં રથયાત્રા બાદ લોકદર્શન માટે મૂકાયા ભગવાનના રથ

Live TV

X
  • અમદાવાદમાં જગન્નાથ મંદિર પરિસરમાં જ યોજાઈ 143મી ઐતિહાસિક રથયાત્રા

    કોરોના મહામારીને લઈને સંક્રમણ ફેલાવાના ભયથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવા પર હાઈકોર્ટે રોક લગાવી છે. જો કે, વર્ષોથી ચાલી આવતી પરંપરાને લઈને અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરના પરિસરમાં જ મર્યાદીત ભાવિકોની હાજરીમાં ભગવાન જગન્નાથ રથયાત્રાનું આયોજન કરાયુ છે.

    વર્ષોની પરંપરા જાળવી રાખતા વહેલી સવારે ચાર વાગે મગળા આરતી કરવામાં આવી હતી. જ્યારે સાત વાગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભગવાન જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા અને પહિંદ વિધિ કરી હતી. તેમણે સોનાની સાવરણીથી ભગવાન જગન્નાથના રથની યાત્રાનો માર્ગ સાફ કર્યો હતો.

    રથયાત્રાને લઈને મંદિર પરિસરમાં અને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. મંદિરના પરિસરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના શણગારેલા રથોને મંદિર પરિસરમાંમાં જ ખલાસીભાઈઓએ પરિક્રમા કરાવી હતી. સોશિયલ ડિસ્ટન્સ સાથે મંદિર પરિસરમાં ત્રણેય રથોના દર્શન ભક્તો કરી રહ્યા છે.

    હાઈકોર્ટમાં મોડી રાત્રે થઈ હતી સુનાવણીઃ
    અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રાને મંજુરી અંગે હાઈકોર્ટેમાં મોડી રાત સુધી સુનાવણી ચાલી હતી. સુપ્રીમ કોર્ટે જે રીતે જગન્નાથ પુરીની રથયાત્રાને મંજુરી આપી તે જ રીતે અમદાવાદની પરંપરાગત રથયાત્રાને પણ મંજુરી આપે તેવી માંગ સાથે રાજ્ય સરકાર સહિત અન્ય અરજીઓ પર મંગળવારે મોડી રાત સુધી હાઈકોર્ટની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી યોજી હતી.

    સંક્રમણના ફેલાવાનો ભય હોવાથી હાઈકોર્ટે તમામ 7 અરજીઓ ફગાવી દીધી હતી. જો કે, રાજ્ય સરકારે પણ પૂરતી વ્યવસ્થાની માંગ સાથે ખાતરી આપી રથયાત્રા યોજવા અંગેની મંજુરી માંગી હતી. અગાઉ શનિવારે હાઈકોર્ટે રથયાત્રા સામે મનાઈ હુકમ આપ્યો હતો એ પછી રથયાત્રા યોજવા માટે હાઈકોર્ટમાં ચાર વિવિધ અરજીઓ થઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply