Skip to main content
Settings Settings for Dark

આણંદઃ કોલેજના વિદ્યાર્થીઓએ જાતે જ રૂ. 7.50 માં ફેસ શિલ્ડ બનાવ્યા

Live TV

X
  • વિદ્યાનગર ખાતે આવેલ ભાઈલાલભાઈ એન્ડ ભીખાભાઇ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરિક્ષા ચાલુ થતાં ફેસ શિલ્ડ બનાવવાનો આઈડિયા આવ્યો. કોરોના સામે રક્ષણ આપતું ફેસ શિલ્ડ જાતે જ તૈયાર કરી કોરોનાથી બચવાનો ઉપાય શોધી કાઢ્યો છે.

    વિદ્યાનગર ખાતે આવેલ ભાઈલાલભાઈ એન્ડ ભીખાભાઇ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરિક્ષા ચાલુ થતાં ફેસ શિલ્ડ બનાવવાનો આઈડિયા આવ્યો. કોરોના સામે રક્ષણ આપતું ફેસ શિલ્ડ જાતે જ તૈયાર કરી કોરોનાથી બચવાનો ઉપાય શોધી કાઢ્યો.

    BBIT કોલેજ દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતુ પરંતું ઓનલાઈન શિક્ષણમાં પ્રેક્ટિકલ કરવું શક્ય ન હતું જેને લઈ ગત 15 ઓકટોમ્બરથી વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ માટે કોલેજમાં આવી રહ્યા છે. આ દરમ્યાન માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝનું ધ્યાન રાખવામાં આવે છે. પરંતુ તેની સાથે વધારાના કવચ તરીકે ફેસ શિલ્ડની જરૂર છે જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી કે ફેકલ્ટી જો કોઈના નજીક આવી જાય ત્યારે આ ફેસ શિલ્ડ કામ આવે. કોલેજના વિદ્યાર્થીને આવો વિચાર આવતાં જ કોલેજ દ્વારા પોતે ફેસ શિલ્ડ માસ્ક બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

    કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ ફેસ શિલ્ડ એકદમ નજીવી કિંમતમાં તૈયાર કરવામાં આવે છે. જે ફેસ શિલ્ડ બજારમાં 70 થી 80 રૂપિયામાં મળે તે કોલેજના વિદ્યાર્થીઓ માત્ર 7.50 રૂપિયામાં તૈયાર કરે છે. હાલ કોલેજનો મુખ્ય હેતુ દરેક ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને આપવાનો છે. અત્યાર સુધી 200 જેટલા ફેકલ્ટી માટે આ ફેસ શિલ્ડ તૈયાર કરવામાં આવ્યા છે. હજુ વધુ 300 જેટલા ફેસ શિલ્ડ વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવાનુ કામ ચાલુ છે. આ ફેસ શિલ્ડ બનાવવા માટે આઈડિયા કોલેજના પરેશભાઈ સુથારને આવતા તેમને અલીફિયા કાચવાળા, પ્રિતેશભાઈ અને નંદન પટેલના સાથ સહકારથી તેઓના માર્ગદર્શન મુજબ વિદ્યાર્થીઓ પોતાની જાતે તૈયાર કરી રહ્યા છે. જો આ રીતે દરેક કોલેજ આગળ આવશે અને પોતાના વિદ્યાર્થીઓ માટે કામ કરશે તો કોરોના સંક્રમણને અટકાવી કોરોના સામે લડત આપી શકશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply