આણંદઃ ધુળેટા-સુંદરપુરા વચ્ચે કેનાલ બ્રિજનું કામ ફરી શરૂ થતાં ગ્રામજનોમાં ખુશી
Live TV
-
આણંદના ઉમરેઠ તાલુકામા આવેલ ,ધુળેટા અને સુંદરપુરા ગામ વચ્ચેના મુખ્ય માર્ગ પર આવેલ ,મહી કેનાલ ઉપરના બ્રિજનું બાંધકામ ,પુન: શરૂ થતા ,૯ હજારથી વધુ ગ્રામજનોને ,દૈનિક પરેશાનીમાંથી રાહત થવાટી ગ્રામજનોમા ખુશીની લહેર ફેલાઈ છે.
આણંદના ઉમરેઠ તાલુકામા આવેલ ,ધુળેટા અને સુંદરપુરા ગામ વચ્ચેના મુખ્ય માર્ગ પર આવેલ ,મહી કેનાલ ઉપરના બ્રિજનું બાંધકામ ,પુન: શરૂ થતા ,૯ હજારથી વધુ ગ્રામજનોને ,દૈનિક પરેશાનીમાંથી રાહત થવાટી ગ્રામજનોમા ખુશીની લહેર ફેલાઈ છે. આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાનાં ,ધુળેટા અને સુંદરપુરા ગામની વચ્ચેથી ,પસાર થતા મુખ્ય માર્ગ ઉપર મહીકેનાલ પરનો પુલ જર્જરીત થવાથી તંત્ર દ્વારા તોડી નવો બનાવવા જણાવ્યુ હતું.
પરંતુ આ પુલ, એક વર્ષ પૂર્ણ થવા છતાં તે બન્યો ન હતો. આથી આજુબાજુના ગામોના રહીશો અને ભારતીય કિશાન યુનિયન દ્વારા ,કિશાન પંચાયત યોજી સરકારી અધિકારીઓ અને રાજકીયપક્ષો ,રજૂઆત કરાઈ હતી. જે અંગે બ્રિજના બાંધકામની કાર્યવાહી શરૂ કરી છે. જેના લીધે ગ્રામજનોમા ખુશીની લહેર જોવા મળી હતી.
