મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મંત્રી મંડળની કેબિનેટ બેઠક મળી
Live TV
-
પાણીના પ્રશ્નોને લઈને મંત્રીઓને પોતાના મત વિસ્તારમાં જવા તાકીદ
લોકસભા ચૂંટણી પછી બુધવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મંત્રી મંડળની કેબિનેટ બેઠક મળી હતી. ત્યારે આ બેઠક બાદ રાજ્યમાં પાણીના પ્રશ્નોને લઈને તમામ મંત્રીઓને પોતાના મત વિસ્તારમાં જઇને પાણીના પ્રશ્નો તાત્કાલિક ઉકેલવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તાકીદ કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણી બાદ મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં પાણી પુરવઠા વિભાગ તરફથી રાજ્યના દરેક જિલ્લામાં પીવાના પાણીની વર્તમાન સ્થિતિની ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, રાજ્યમાં હાલ પાણીનો જથ્થો કેટલો ઉપલબ્ધ છે. કયા નેટવર્કને કયા પંપીંગ સ્ટેશનથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, તેવી તમામ મુદ્દાઓની વિગતે ચર્ચા કરવામાં આવી હતી. તો બીજી તરફ પશુધન માટે વિતરણ કરવામાં આવતા ઘાસના પ્રશ્નના ઉત્તરમાં નાયબ મુખ્યમંત્રી નીતિ પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા પશુઓ માટે ઘાસ આપવામાં આવી રહ્યું છે.
