Skip to main content
Settings Settings for Dark

આણંદઃ મનરેગા હેઠળ 60થી વધુ શ્રમિકો સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મેળવી રહ્યા છે રોજગારી

Live TV

X
  • ભારત સરકાર દ્વારા ગરીબ અને મજૂર વર્ગને રોજગારી મળી રહે તે હેતુથી મનરેગા યોજના અંતર્ગત ગામના તળાવો ઉંડા કરવા માટે ખોદકામ કરાવી શ્રમિકોને રોજગારી મળે તેવુ આયોજન કરવામા આવ્યુ છે.

    આણંદના રાહતલાવ ગામના, તેમજ આસપાસના પરા વિસ્તારના 60થી વધુ શ્રમિક પરીવારો ગામના તળાવમા માટી ખોદકામ કરી રહ્યા છે. કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા દરેક શ્રમિક માસ્ક તેમજ તમામ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને કામ કરે છે.

    શ્રમિકોને એક ટાઇમ નાસ્તો પણ આપવામા આવે છે. અહી શ્રમિકો માટે પીવાના પાણી ઉપરાંત હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થા પણ ઉભી કરવામા આવી છે. ચાલુ વર્ષે લોક્ડાઉનના કારણે ઘણા શ્રમિકો બેરોજગાર થઇ ગયા હતા, પરંતુ સરકારની આ યોજનાના કારણે હવે તેઓ રોજગારી મેળવી રહ્યા છે. જેનાથી તમામ લોકો ખુશ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply