પાટણઃ સખીમંડળની બહેનોએ મિનરલ પાણીનો પ્લાન્ટ કર્યો શરૂ
Live TV
-
સરકારની વિવિધ યોજનાઓ થકી આર્થિક મદદ મેળવી મહિલાઓ પગભર બની રહી છે. ત્યારે પાટણ જિલ્લાની એક મહિલા સ્વ સહાય જૂથે રોજગારી અને આર્થિક સધ્ધરતા મેળવીને આત્મનિર્ભરતાની નવી ઓળખ ઉભી કરી છે.
જિલ્લાના શંખેશ્વર તાલુકાના બિલિયા ગામની બીલેશ્વરી સખી મંડળની બહેનો દ્વારા સરકારની મિશન મંગલમ યોજના થકી હારીજમાં મિનરલ પાણીનો પ્લાન્ટ શરૂ કરાયો છે. જેનું સંચાલન આ સખીમંડળની મહિલાઓ દ્વારા કરવામાં આવે છે, અને મંડળની દરેક મહિલા સભ્ય એમાંથી સારી એવી આવક મેળવીને આર્થિક રીતે મજબૂત બની છે.
1500 લિટર ક્ષમતાના આ મિનરલ પ્લાન્ટમાંથી રોજના 150 થી 200 જગ પાણી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. તો પાણીના ડિસ્ટ્રીબ્યુશન માટે ડ્રાઇવર અને ડિલિવરી બોયને પગારદાર તરીકે રાખીને તેમને પણ આ મંડળે રોજગારી પુરી પાડી છે, તો નફાનો હિસ્સો દરેક મહિલા સભ્યો વચ્ચે સરખા ભાગે વહેંચીને દરેક મહિલા સભ્ય ઘરકામની સાથે સાથે ઘરમાં આર્થિક મદદ પણ કરતી થઈ છે.
