પ્રો. હિમાંશુ પંડ્યાની ગુજરાત યુનિ.ના કુલપતિ તરીકે ફરીથી નિયુક્તિ
Live TV
-
રાજ્ય દ્વારા અનુદાનિત ટોપ ૧૦૦ યુનિવર્સીટીઓમાં ગુજરાત યુનિવર્સીટી દેશમાં ૧૨ ક્રમે આવી છે ત્યારે, પ્રોફેસર પંડ્યા ગુજરાત યુનિવર્સીટીને હજુ આગળ લઇ જવા માંગે છે.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે રાજ્ય સરકારે પ્રોફેસર હિમાંશુ પંડ્યાને ફરીથી નિયુક્ત કર્યા છે. પ્રોફેસર હિમાંશુ પંડ્યાએ તેમની પ્રથમ અવધિ દરમ્યાન, ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને હાલ બીજી અવધિનો ચાર્જ પણ સંભાળી લીધો છે.
