રાજ્ય સરકારનો નિર્ણય, અનુભવી બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ કરી શકશે ઇન્વેસ્ટીગેશન
Live TV
-
ઓછોમાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસની કામગીરીમાં મોટા ફેરફારો કરાયા છે. જે મુજબ હવેથી પાંચ વર્ષના અનુભવી બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલને ઇન્વેસ્ટીગેશનની સત્તા આપવામાં આવી છે.
અત્યાર સુધી પોલીસ કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ ફક્ત તપાસ અધિકારીને તપાસની કામગીરીમાં , મદદ કરતો હતો. જો કે હવે ગુજરાત સરકારે કરેલા ઠરાવ અનુસાર પાંચ વર્ષથી વધુ અનુભવી કોન્સ્ટેબ્યુલરી સ્ટાફને પાંચ વર્ષથી ઓછી સજા સંબંધિત કેસની તપાસ કરવાની સત્તા આપવામાં આવી છે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી અધિકારીઓ પર નાના કેસની તપાસનું ભારણ ઘટશે. જેથી તેઓ ગંભીર પ્રકારના ગુનાઓની તપાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે. ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષથી વધુ અનુભવી બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલો માટે તપાસ કાર્યવાહીની તાલીમનો એક કેપ્સુલ કોર્સ વિકસાવવામાં આવ્યો છે. જેથી તેઓ તપાસ આગળ વધારવા માટે , વધુ સજ્જ બની શકે.
