Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકારનો સંવેદનશીલ અભિગમ થયો સાર્થક, છેલ્લા 3 મહિનામાં 122 લાખ ક્વિન્ટલ અનાજનું કરાયું વિતરણ

Live TV

X
  • સરકાર દ્વારા લોકડાઉનના 3 મહિના દરમિયાન ફરજીયાત અન્ન સુરક્ષા કાયદા હેઠળ આવતા નાગરિકો અને મધ્યમવર્ગિય પરિવારને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું હતું. છેલ્લાં ત્રણ મહિનામાં રાજ્ય સરકારે 3.23 કરોડ નેશનલ ફુડ સીક્યુરીટી એક્ટ હેઠળ આવતા નાગરિક અને 1.75 કરોડ મધ્યમવર્ગિય પરિવાર મળીને કુલ 4.98 કરોડ નાગરિકોને વિનામૂલ્યે 3,338 કરોડ રૂપિયાની કિંમતનું 122 લાખ ક્વિન્ટલ અનાજ વિતરણ કરાયું હોવાનું રા્જય સરકારે જણાવ્યું છે.

    લોકડાઉનમાં રાજ્યની 17 હજાર સસ્તા અનાજની દુકાન પરથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને અનાજનું વિતરણ કરાયું હતું. આ કામગીરીમાં 80.40 લાખ ક્વિન્ટલ ઘઉં., 32.80 લાખ ક્વિન્ટલ ચોખા., 3.50 લાખ ક્વિન્ટલ ખાંડ.,અને 2.90 લાખ ક્વિન્ટલ દાળ મળીને કુલ 122 લાખ ક્વિન્ટલ અનાજનું વિતરણ કરાયું હતું. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 25 માર્ચ 2020ના રોજ નિર્ણય કર્યો હતો.

    જે મુજબ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ અનાજ મેળવતા 66 લાખથી વધુ લાભાર્થી પરિવાર અને અગ્રતા ધરાવતા PHH એવા 3 લાખ પરિવાર મળીને કુલ 68.80 લાખ પરિવારને ઘઉં., ચોખા., દાળ., ખાંડ., અને મીઠાનો જથ્થો પુરો પાડવામાં આવ્યો હતો. ઉપરાંત રાજ્યના 61 લાખ APL-1 પરિવાર કાર્ડધારક-મધ્યમવર્ગિય પરિવારના 2.5 કરોડ લોકોને અનાજ વિતરણ કરાયુ હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply