Skip to main content
Settings Settings for Dark

કચ્છને નર્મદાના નીર પહોંચાડવાના કામોની વિસ્તૃત સમીક્ષા માટે CM રૂપાણીએ યોજી ખાસ બેઠક

Live TV

X
  • મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છને નર્મદાના પાણી પહોચાડતી કચ્છ શાખા નહેરના બાકી રહેલા ર૪ કિ.મી. લંબાઇના કામો અગ્રતાના ધોરણે પૂર્ણ કરવા તાકીદ કરી છે. મુખ્યમંત્રીશ્રીએ કચ્છમાં નર્મદાના પાણી પહોચાડવાના કામોની વિગતવાર સમીક્ષા માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ અને રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહિરની ઉપસ્થિતીમાં આ બેઠક યોજાઇ હતી.

    અધિક મુખ્ય સચિવશ્રી અને નર્મદા નિગમના વહિવટી સંચાલકશ્રી ડૉ. રાજીવ કુમાર ગુપ્તાએ પાવર પોઈન્ટ પ્રેઝંટેશન દ્વારા કચ્છમાં નર્મદા યોજનાના નહેર માળખાના કામોની વિગતો રજૂ કરી હતી. કચ્છ શાખા નહેરના 357 કિ.મી. પૈકી 333 કિ.મી. લંબાઈમાં કામો પૂર્ણ થઈ ગયેલ છે અને હાલમાં 231 કિ.મી. સુધી એટલે કે અંજાર તાલુકાના વર્ષામેઢી સુધી પાણીનું વહન થઈ રહ્યું છે.

    આમ કચ્છ શાખા નહેરના માત્ર 24 કિ.મી. લંબાઈના કામો હવે બાકી રહે છે જે પૈકી 13.2 કિ.મી. લંબાઈમાં જમીન સંપાદનની પ્રક્રિયા પ્રગતિમાં છે, એમ તેમણે જણાવ્યું હતું.

    કચ્છ શાખા નહેરની ત્રણ પેટા શાખા નહેરો પૈકી 57 કિ.મી. લાંબી ગગોધર શાખા નહેરના કામો પૂર્ણ થઈ ગયેલ છે અને પાણી છેવાડા સુધી વહે છે. 23 કિ.મી. લાંબી વાંઢીયા શાખા નહેરના કામો મહદંશે પૂર્ણ થઈ ગયાં છે અને જે 1 કિ.મી. જેટલા કામો પ્રગતિમાં છે તેમાં જમીન સંપાદન તથા યુટિલીટી ક્રોસિંગના પ્રશ્નો અંગે મુખ્યમંત્રીશ્રીએ કચ્છ જિલ્લા કલેક્ટરને આ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સૂચના આપી હતી.

    બેઠકમાં જણાવવામાં આવ્યું કે નર્મદાના પૂરના વધારાના પાણી પૈકી કચ્છને ફાળવવામાં આવેલ 1 મિલિયન એકર ફૂટ પાણી માટે નિર્ધારીત કરેલ 8 ઓફટેક પૈકી 7 ઓફટેકના કામો નર્મદા નિગમ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. આમાંના પાંચ ઓફટેક એટલે કે કચ્છ શાખા નહેરની સાંકળ 105 કિ.મી. ઉપર સરાણ માટે, 115 કિ.મી. ઉપર ફતેહગઢ માટે, 134 કિ.મી. ઉપર લાકડાવાંઢ માટે, 149 કિ.મી. ઉપર સુવઈ માટે તથા 214 કિ.મી. ઉપર ટપ્પર માટેના ઓફટેક તૈયાર કરી દેવામાં આવ્યા છે અને ત્યાં સુધી પાણીનું વહન પણ થઈ રહ્યું છે.

    મુખ્યમંત્રીશ્રીએ કચ્છ શાખા નહેરના બાકી રહેતા 24 કિ.મી. લંબાઈના કામો અગ્રતાના ધોરણે પૂરા કરવા તથા સાથોસાથ 1 મિલિયન એકર ફૂટ પાણીના ઉપયોગ સારૂ તૈયાર થઈ ગયેલ ઓફ્ટેક પોઈંટથી આગળ વહન/સંગ્રહ તથા ઉપયોગ માટે જળસંપત્તિ વિભાગ દ્વારા જરૂરી કામગીરી હાથ ધરવાની સૂચનાઓ આપી હતી.
    આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, જળસંપત્તિ વિભાગના સચિવ શ્રી જાદવ તથા ખાસ સચિવ શ્રી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply