આણંદના ખંભાતમાં મુખ્યમંત્રીના હસ્તે કરાયું વિવિધ વિકાસ કાર્યોનું લોકાપર્ણ અને ખાત મુહૂર્ત
Live TV
-
નગરપાલિકા દ્વારા નિર્મિત ખંભાતના નગરજનો માટે ખૂબ ઉપયોગી એવા વિવિધ સુવિધાયુકત પ્રોજેકટોનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લોકાપર્ણ અને ખાત મુહૂર્ત કરવામાં આવ્યું
આણંદના ખંભાત ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ખંભાત નગરપાલિકા દ્વારા નિર્મિત રૂ. 15.78 કરોડ ઉપરાંતનાં વિવિધ વિકાસ કામોનું લોકાપર્ણ અને ખાત મુહૂર્ત કરાયું હતું. આણંદ જિલ્લાના ખંભાતમાં પ્રોજેકટોનું લોકાપર્ણ, અને માદળા તળાવના બ્યુટીફિકેશન તેમજ આજીવિકા કેન્દ્રના કામનું ખાતમુહૂર્ત મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું. નગરપાલિકા દ્વારા નિર્મિત ખંભાતના નગરજનો માટે ખૂબ ઉપયોગી એવા વિવિધ સુવિધાયુકત પ્રોજેકટ - જેવા કે સામાજિક સેવા સંકુલમાં પ્રસૂતિ દવાખાનું, લગ્ન સમારોહ માટે બે હૉલ, ધર્મશાળા, ફેરિયાઓ માટે રાત્રિરોકાણ અને કેન્ટીન, વેપાર-ધંધાને પ્રોત્સાહન આપવા શોપીંગ સેન્ટર, આધુનિક સ્વિમિંગ પૂલ, પુસ્તકાલય, ફાયર બ્રિગેડ સ્ટેશન રીનોવેશન, સી.સી.ટી.વી. કેમેરા, એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઇટ, શાક માર્કેટ, તેમજ આકાર પામનાર આજીવિકા કેન્દ્રનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લોકાપર્ણ અને ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. ત્યાર પછી મુખ્યમંત્રીએ વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું.
