આણંદના ખંભાતમાં વધુ 12 કેસ આજે નોંધતા સંક્રમિતોની સંખ્યા 77 થઈ
Live TV
-
રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે.ત્યારે આણંદ જિલ્લામાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.આણંદના ખંભાતમાં વધુ 12 કેસ આજે નોંધાયા.જેના કારણે જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 77 થઈ ગઈ છે.જ્યારે જિલ્લામાં કુલ 4 લોકોના મોત થયા છે.અને 25 લોકોને સારવાર બાદ રજા પણ આપી દેવામાં આવી છે.તો રાજકોટમાંથી આજે નવા 3 કેસ પોઝિટિવ આવ્યા.જેના કારણે રાજકોટમાં કુલ આંકડો 59 થઈ ગયો છે.તો આજે ભાવનગરમાંથી વધુ 2 કેસ મળી આવ્યા છે. શહેરના અમીપરા વિસ્તાર રહેતા 65 વર્ષના વૃદ્ધ અને 10 વર્ષના એક બાળકનો કેસ પોઝિટિવ આવ્યો છે. ભાવનગરમાં કુલ સંક્રમિતોનો આંકડો 46 થઈ ગયો છે.તો ગોધરા સિવિલમાં સારવાર લેતા 2 વ્યક્તિ કોરોના મુક્ત થતા તેમને રજા આપવામાં આવી છે.
