છેલ્લા 10 દિવસમાં 7 હજાર 793 સુપર સ્પ્રેડરનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું : વિજય નેહરા
Live TV
-
રાજ્યમાં કોરોનાના સંક્રમિત કેસમાં અમદાવાદ પ્રથમ નંબરે છે.અને શહેરમાં છેલ્લા ગત 24 કલાકમાં 19 લોકોના મોત નિપજ્યા છે.તો 21 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.શહેરમાં કોરોનાને લઈ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કહ્યું કે, છેલ્લા 10 દિવસમાં 7 હજાર 793 સુપર સ્પ્રેડરનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. સાથે જ AMCએ કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. જેમાં મહિલા સ્વસહાય જૂથ પાસેથી કોર્પોરેશને કોટનના સાડા ત્રણ લાખ માસ્ક તૈયાર કરાવ્યા છે.આ માસ્ક તથા હેન્ડ સેનિટાઈઝર શાકભાજીના વિક્રેતા અને ફેરિયાઓને ફ્રીમાં આપવામાં આવશે.અને પહેલી મેથી કોઈ પણ વ્યક્તિ માસ્ક વગર જોવા મળશે તો તેની પાસેથી આકરો દંડ વસુલવામાં આવશે.જો કોઈ શાકભાજીનો વિક્રેતા માસ્ક વગરનો હશે તો તેને રૂપિયા 2 હજારનો દંડ, કોઈ દુકાનદાર માસ્ક વગરનો હશે તો સામાન્ય નાગરિકથી પાંચ ગણો અને સુપર માર્કેટના માલિક પાસેથી રૂપિયા 50 હજારનો દંડ વસુલવામાં આવશે.સાથે જ માસ્ક વગરના ફેરિયાનું લાયસન્સ 3 મહિના સુધી રદ કરી દેવાશે.દુકાનદારનું પણ લાયસન્સ 3 મહિના માટે રદ કરી દેવામાં આવશે.
