CM વિજય રુપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેબીનેટની બેઠક યોજવામાં આવી
Live TV
-
મુખ્ય મંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી, કેબીનેટની, બેઠક યોજવામાં આવી હતી. જેમાં ખેડૂત લક્ષી બાબતોને લઇને, મહત્વના, નિર્ણયો લેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ,કલેક્ટરને, તાકીદ કરી હતી કે ઉનાળામાં, પીવાના પાણીની સમસ્યાન સર્જાય, તે માટે, કલેક્ટર, ખાસ ધ્યાન રાખે, અને રાજ્યમાં આવેલા, હેંડ પંપ ,રિપેર કરી કરવામાં આવે. હાલ કોરોનાના વધી રહેલા જોખમને ધ્યાનમાં લઇને દરેક A.P.M.C. પર થર્મલ ગન તેમજ જરુરી નિયમોનું પાલન કરવામાં આવે. તો આગામી 1 થી 5મી મે દરમિયાન સરકારે તુવેરનો પાક ખરીદવા તેમજ ગુજ કોમા સોલ દ્વારા ચણા અને રાયડાની ખરીદી શરૂ કરવાનું નક્કી કરાયુ છે. સાથે સાથે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
