Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકારે અન્ન વિતરણમાં ઐતિહાસિક કામગીરી કરી : અશ્વિનીકુમાર

Live TV

X
  • મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે ગાંધીનગર ખાતે સોશિયલ મિ઼ડીયાના માધ્યમથી યોજેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યુ હતુ કે રાજ્ય સરકારે અન્ન વિતરણની કામગીરીમાં ઐતિહાસિક કામગીરી કરી છે. જેમાં 1 થી 5મી એપ્રિલ દરમિયાન 66 લાખ પરિવારોને વિના મૂલ્યે અનાજનો જથ્થો આપવામાં આવ્યો હતો. બાદમાં 13 એપ્રિલથી 17મી એપ્રિલ વચ્ચે રાજ્યના 68 લાખ પરિવારો એટલે કે સાડા ત્રણ કરોડ લોકોને અનાજનો જથ્થો આપવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રીએ સંપન્ન પરિવારોને અપીલ કરી હતી કે તે તેમના હિસ્સાનું અનાજ જતુ કરે ત્યારે 31 ટકા લોકોએ મુ્ખ્યમંત્રીની આ વાતને ટેકો આપ્યો હતો. તો ત્રીજા તબક્કા નેશનલ ફુડ સિક્યોરીટી એક્ટ હેઠળ આવતા 68 લાખ પરિવારોને સાડા ત્રણ કિલો ઘંઉ અને દોઢ કિલો ચોખાનો જથ્થો વિના મૂલ્યે અપાયો હતો. આમ, રાજ્ય સરકારે અનાજ વિતરણમાં ઐતિહાસિક કામગીરી કરી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply