રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેતરમાં ઉભેલા પાકને નુકસાન થવાની ભીંતિ
Live TV
-
રાજ્યમાં એક તરફ ગરમીનો પારો ઉપર જઇ રહ્યો છે ત્યાં વળી કમોસમી વરસાદે ચિંતામાં વધારો કરી દીધો છે. એકતરફ કોરોનાના સંક્રમણને કારણેલોકો ચિંતત છે ત્યાં સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણીપાણી થઇ ગયું હતું.. થોડો સમય પડેલા ભારે વરસાદે ગરમીમાંથી રાહત આપી હતી પરતું કરા સાથે પડેલા વરસાદે ખેડૂતોની ચિેતામાં વધારો કરી દીધો છે.. ખેતરોમાં ઉભા પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતી પ્રવર્તી રહી છે.
