આણંદના ભાદરણ પાસે રાત્રે કેમિકલ ભરેલ આઇસર ટેમ્પો પલટી ખાઈ ગયો
Live TV
-
આણંદના ભાદરણ પાસે મોડી રાત્રે કેમિકલ ભરેલ આઇસર ટેમ્પો ચાલકે, કાબૂ ગુમાવતાં પલ્ટી જતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. પ્રવાહી સ્વરૂપ બ્રોમીલ, કેમિકલ વાયુ સ્વરૂપ માં ફેરવાઈ જતા એક કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારને ખાલી કરાયો હતો. આણંદ ,બોરસદ ફાયરની ટીમ સહિત ખંભાત ONGCની સ્પેશિયલ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી લીકેજ કેમિકલને નિયંત્રણમાં લેવા પગલાં લીધા હતા.
ઘટનાને પગલે બોરસદ ગંભીરા હાઈવેને બંધ કરવામાં આવ્યો હતો. જેને પગલે 10 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થવા પામ્યો હતો. બીજી તરફ મેડિકલની ટીમો પણ રહેણાંક વિસ્તારમાં ફરી રહીશોને કોઈ અસર થઈ કે કેમ તેની ચકાસણી કરી છે. આ કેમિકલથી ફેંફસા પર અને શ્વાસ લેવામાં તકલીફ થવાની પૂરી સંભાવના હોય તંત્ર કોઈ જોમખ લેવા તૈયાર નથી. તમામ અધિકારીઓ ઘટના સ્થળે ખડે પગે રહી પરિસ્થિતિ થાળે પાડવા કામે લાગ્યા હતા.
