Skip to main content
Settings Settings for Dark

ડાંગ-વલસાડમાં ભારે વરસાદ, ઔરંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી શક્યતા 

Live TV

X
  • એક તરફ રાજ્યના ઘણા જિલ્લાઓમાં  વરસાદ પાછો ખેંચાઈ રહ્યો છે, એવામાં દક્ષિણ ગુજરાતમાં 10 દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરી છે. વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થયો હતો. 

    વલસાડ જિલ્લાના ઉમરગામમાં 40, કપરાડામાં 25, જ્યારે વાપીમાં 20 મિલિમીટર વરસાદ થયો છે. લાંબા વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ડાંગ જિલ્લામાં પણ લાંબા સમય બાદ મેઘરાજાએ પધરામણી કરતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. આજે સવારથી સમગ્ર ડાંગ જિલ્લામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ગિરીમથક સાપુતારામાં સવારે છથી 10 દરમિયાન 40 મિલિમીટર જેટલો વરસાદ થયો છે. આહવામાં 19, વઘઈમાં 11, સુબીકમાં 10 મિલિમીટર વરસાદ થયો છે. 

    ભૈરવી બ્રિજ પર ઔરંગા નદીની સપાટી 4.09મીટર થતાં ઓરંગા નદીના પાણી પવાહ માં ઝડપથી વધારો થશે તેથી નદીના કિનારે જવુ નહી અને પીચીગ કોઝવે બંદર રોડતથા કૈલાસ રોડ (બ્રિજ)પર થીપાણી પસાર થવાની સંભાવના છે સાવચેત રહેવા વિનંતી કલેક્ટર દ્વારા કરવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply