જેતપુર મગફળી કૌભાંડઃ નાફેડ-ગુજકોટના 4 અધિકારીઓ સહિત 18 શખ્સોની ધરપકડ
Live TV
-
રાજકોટ જિલ્લાના જેતપુરના પેઢલા ખાતેના ગોડાઉનમાં મગફળીમાં માટીના કૌભાંડમાં રાજ્ય સરકારે કડક વલણ અપનાવીને કરેલા તપાસના આદેશને પગલે, નાફેડ તથા ગુજકોટના 4 પદાધિકારીઓ તથા અન્ય સહકારી મંડળીના 18 શખ્સોની ધરપકડ કરી છે.
રાજકોટ રૂરલ એસ.પી. બલરામ મીણાએ પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું, કે પ્રથમ તબક્કે 3 શખ્સોની ધરપકડ બાદ પાંચ દિવસના રિમાન્ડ બાદ વધુ પૂછપરછમાં આ અંગેના સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિમંત્રી આર.સી. ફળદુએ કૌભાંડમાં સંડોવાયેલા સામે કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી હતી.
ઉલ્લેખનીય છે કે, ગત તારીખ 31ના રોજ વેપારીઓ પેઢલા ગામે માલ લેવા ગયા ત્યારે મગફળીમાંથી માટી-પથ્થર નિકળતા હોબાળો મચાવ્યો હતો. વેપારીઓના હોબાળા છતાં 5 કલાક સુધી ગુજકોટ અને નાફેડના અધિકારીઓ સ્થળ પર આવ્યા નહોતા. બાદમાં મગન ભાઈ ઝાલાવડીયા જેતપુર પોલીસ સ્ટેશને આવી ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે કલેક્ટર સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી.
