Skip to main content
Settings Settings for Dark

ભુજઃ દેસલપુર-સામત્રા નજીક છકડો-ટ્રક વચ્ચે અકસ્માત, 6ના મોત 

Live TV

X
  • ભુજના દેસલપુર-સામત્રા નજીક આજે છકડો રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમાં છ લોકોનું મોત થયું હતું અને ત્રણ જણ ઘવાયા હતા. જ્યારે રાધનપુર- કંડલા હાઈવે પર સાંતલપુરની આડિસર ચેકપોસ્ટ નજીક ટ્રેલર- ટેમ્પો- અને પોલીસવાન વચ્ચે ગઈ મોડીરાત્રે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. 

    આ અકસ્માતમાં 4 વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત થયા હતા અને 35થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાના 5 ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર અર્થે મહેસાણા રીફર કરાયા હતા જ્યારે અન્ય તમામને સાંતલપુર અને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાવામાં આવ્યા હતા. 

    ઉલ્લેખનીય છે કે, ટેમ્પોમાં સવાર એક જ પરિવારના લોકો ભચાઉથી ભાભર તાલુકાના સુથાર નેસડી ગામે લોકાચાર માટે જઈ રહ્યા હતા, ત્યારે આડિસર પાસે ટ્રેલરની પાછળ ટેમ્પો ઘૂસી જતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ પોલીસવાનમાં 14 પાકિસ્તાની માછીમારો હતા જેમને લઈને પોલીસ વાઘાબોર્ડર જતી હતી. માછીમારો પણ ઈજાગ્રસ્ત થયા છે.

    દરમિયાન અમરેલી-ધંધુકા-બરવાડા માર્ગ પર LCBની સુમો અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો, તેમાં LCB પી.આઈ. ચેતન ગોસ્વામી અને PSI ડી.કે.વાઘેલા ઘાયલ થયા હતા. બંનેને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply