ભાવનગરઃ ગોરડકા ખાતે ભાજપ કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું
Live TV
-
ભાવનગર જિલ્લાના ગોરડકા ગામ ખાતે ભાજપ કાર્યકર્તા સંમેલન, તથા કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને સુરતના ધારાસભ્ય વિનુભાઈનો સન્માન સમારોહ યોજાઈ ગયો. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ, મગફળી કાંડના મામલે કોંગ્રેસ દ્વારા થઈ રહેલા વિરોધ અંગે ખુલાસો આપતા કહ્યું, કે મગફળીમાં કોઈ કૌભાંડ નથી થયું.
આ ગેરરીતી મામલે, રાજ્ય સરકાર દ્વારા સખત તપાસ કરવામાં આવી રહી છે, અને જો આ મુદ્દે કોઈ દોષિત જણાશે તો તેને માફ કરવામાં નહિ આવે તેવું સ્પષ્ટ જણાવ્યું હતું. આ સાથે તેમણે આ મામલે પરેશ ધાનાણીનાં ઉપવાસને નાટક ગણાવ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ઉપરાંત મંત્રી સૌરભ પટેલ અને સાંસદ ભારતીબેન શિયાળ હાજર રહ્યા હતા.
