સુરત ખાતે યાર્ન એક્ષ્પોનું આયોજન, મંત્રી સ્મૃતિ ઈરાનીએ હાજરી આપી
Live TV
-
દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શનિવાર તા.4 થી 6 ઓગષ્ટ દરમ્યાન સુરત ખાતે યાર્ન એક્ષ્પોનું આયોજન કરાયું છે. 3 દિવસમાં 7000 જેટલા બાયર્સ ભારતના 70 યાર્ન મેન્યુફેકચરર્સની તાકાત આ યાર્ન એક્ષ્પોમાં જોશે. જેમાં 100થી વધુ ફોરન પાર્ટીસિપેન્ટસ પણ હાજરી આપી રહ્યા છે. સરસાણાં કન્વેન્શન સેન્ટર ખાતે યાર્ન એક્ષ્પોના ઉદ્દઘાટન પ્રસંગે આવેલા કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું.
દિવાળી પછી 400થી વધુ ઇમ્પોર્ટેડ ટેક્સટાઇલ પ્રોડક્ટ પર ડ્યુટી વધારવામાં આવી છે. હવે પે બેક ટાઇમ છે, ત્યારે ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની ક્ષમતા બતાવવાની જરૂર છે. કાઉન્સિલની મિટિંગમાં ટેક્સટાઇલની ઘણી સમસ્યા ઉકેલાઈ જઈ રહી છે અને કાપડ વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ત્યારે ટેકસટાઇલ ઉદ્યોગને નવી ઊંચાઈએ લઇ જવા મંત્રીએ હાંકલ કરી હતી. મંત્રી સ્મૃતિ ઈરાનીએ એક્ષ્પો પૂર્ણ થયા બાદ નેશનલ લૂમ્સ ડે પણ ઉજવવાની પણ વાત કરી હતી. તેમણે ટેક્સટાઈલ માર્કેટમાં એક શો રૂમનું પણ ઉદઘાટન કર્યું હતું.
