આણંદમાં ઈનોવેશન ઈન એજ્યુકેશન ફેસ્ટિવલનો પ્રારંભ કરાવતા શિક્ષણમંત્રી
Live TV
-
આણંદ જિલ્લાના ચાંગા ખાતેની ચારૂસેટ યુનિવર્સિટી ખાતે ત્રિદિવસીય ઇનોવેશન ઇન એજ્યુકેશન ફેસ્ટિવલનો પ્રારંભ કરાવતા રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, સમાજમાં અત્યારે બે પ્રવાહો રચનાત્મક અને ખંડનાત્મક ચાલી રહ્યા છે.
આ પ્રવાહો પૈકી સમાજના લોકોમાં રચનાત્મકતા કેળવાય તેમાં યુવાનોનું સારૂ ચારિત્ર્ય ઘડતર થાય તે માટે શિક્ષકોએ પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવું જોઈએ અને નવી પેઢીને તૈયાર કરવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાવિ પેઢીમાં પ્રમાણિકતા, જવાબદારી, નિષ્ઠા અને રાષ્ટ્રપ્રેમ જેવા ગુણોનું બીજારોપણ થાય તે માટે શિક્ષકોની જવાબદારી વધી જાય છે. ચારૂસેટ યુનિવર્સિટીના કુલપતિ શ્રી પંકજભાઈ જોષીએ યુવાનોને બેઝિક જ્ઞાન આપવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો.
