Skip to main content
Settings Settings for Dark

175 કરોડ રૂ.ના બોગસ બિલિંગથી છેતરપિંડી કરનાર મીઠાવાલાની ધરપકડ

Live TV

X
  • જીએસટી નંબરના આધારે 175 કરોડ રૂપિયાના બોગસ બિલિંગના આધારે ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં 32 કરોડનો લાભ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થતા અમદાવાદના સમીરહુસેન મીઠાવાલા નામના શખ્સની જીએસટી વિભાગે ધરપકડ કરી, 16 જાન્યુઆરી સુધીની જ્યુડિશિયલ કસ્ટડી મેળવી છે.

    સમીરહુસેને અલગ અલગ 20 લોકો પાસેથી તેમના દસ્તાવેજો મેળવી તેમના નામે પોતે વ્યવસાય શરૂ કર્યો હતો. આ રીતે જીએસટીનો નંબર મેળવી કોઈ પણ જાતના માલના વેપાર વિના જ રૂપિયા 175 કરોડના બોગસ બિલનું કૌભાંડ આચર્યું હતું.

    આ રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં 32 કરોડ રૂપિયાનો લાભ મેળવ્યાની માહિતી જીએસટી કમિશનરેટને મળતા અમદાવાદ સાઉથના જીએસટી વિભાગ દ્વારા સમીરહુસેનની ધરપકડ કરી, મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરાતા 16 જાન્યુઆરી સુધીની કસ્ટડી મંજૂર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગત તા. 22મી ડિસેમ્બરના રોજ વડોદરા જીએસટી વિભાગ દ્વારા કપડવંજના વેપારીની 75 કરોડના બોગસ બિલિંગ કેસમાં ધરપકડ કરાઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply