દેશને સ્વચ્છ કરવાના ઉદ્દેશ્ય સાથે પંકજ મલ દ્વારા સાયકલ પ્રવાસ દ્વારા દેશભ્રમણ
Live TV
-
દેશને સ્વચ્છ કરવા અને દીકરીઓ ને ભણાવવા ના ઉદ્દેશ્ય સાથે દિલ્હીના રહેવાસી અને દિલ્હીની ઇન્ડિયન ઇન્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતેથી અભ્યાસ કરનાર પંકજ મલ દેશમાં સાઇકલ લઈને ભ્રમણ કરી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ મોડાસાની સરકારી ઇજનેર કોલેજમાં પહોંચ્યા હતા. જ્યાં વિદ્યાર્થીઓ સાથે તેમણે સંવાદ કર્યો હતો. આ પહેલા તેઓ અરવલ્લી જિલ્લા કલેક્ટરને પણ મળ્યા હતા. સમાજ તેમજ દેશમાં પરિવર્તન લાવવા તેમણે આ યાત્રા વર્ષ 2016માં કારગીલથી શરૂ કરી હતી અને કન્યાકુમારી પહોંચ્યા હતા. હવે તેમણે પશ્ચિમથી પૂર્વ સુધીની યાત્રાનું પ્રયાણ શરૂ કરી દીધું છે અને કુલ 19 હજાર કિલોમીટર સુધીની યાત્રા પુર્ણ કરી ચૂક્યા છે. રોજ તેઓ સો કિલો મીટરની યાત્રા કરે છે. હાલ તેઓ સમગ્ર ઉત્તર ગુજરાતમાં પ્રચાર પસાર કરી રહ્યા છે, અને એકતાનો સંદેશો પાઠવી રહ્યા છે. તેમણે એક અસ્તિત્વ ફાઉન્ડેશન થકી મહિલાઓ માટે 17 જેટલા શૌચાલય બનાવી ભારત નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું છે. તો પંકજભાઈ સ્વચ્છ ભારતના વોરિયર તરીકે પણ રહી ચૂક્યા છે.
