ગેસ ડીલર ગ્રાહકોને માહિતી અંગે માર્ગદર્શન અપાયુ
Live TV
-
દમણમાં પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાના લાભ અંગે માહિતી આપવામાં આવી હતી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા ગેસ ડીલર્સ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આયોજિત પત્રકાર પરિષદમાં એચ પી પેટ્રોલિયમના સુરત હજીરા ખાતેના ડેપ્યુટી જનરલ મેનેજર રાકેશ ખડેએ જણાવ્યું હતું કે અત્યાર સુધી આ યોજનાનો લાભ પાંચ કરોડ લોકો સુધી પહોંચ્યો છે અને બીજા ચરણમાં આ છ કરોડ લોકોને લાભ આપવાનો સરકારનો નિર્ણય છે ત્યારે ગેસ ડીલર ગ્રાહકોને સરળતાથી આ યોજના અંગે માહિતી આપી શકે તે માટે માર્દગર્શન પણ આપવામાં આવ્યું હતું.
