આણંદ કૃષિ યુનિવર્સીટીને દેશની ટોપ 100 યુનિવર્સિટીમાં સ્થાન
Live TV
-
માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થા રેન્કિંગ ફ્રેમ વર્ક હેઠળ દેશભરની શૈક્ષણિક સંસ્થાઓનું મૂલ્યાંકન સંપન્ન
માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થા રેન્કિંગ ફ્રેમ વર્ક હેઠળ દેશભરની શૈક્ષણિક સંસ્થાઓનું મુલ્યાંકન સંપન્ન થઈ ચૂક્યું છે. રાષ્ટ્રપતિ દ્વારા વર્ષ 2019 માટેના મુલ્યાંકન અહેવાલની , જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2019 માટેના રાષ્ટ્રીય રેન્કિંગમાં ગુજરાતની આણંદ કૃષિ યુનિવર્સીટી 67માં ક્રમે રહીને ટોપ 100માં સ્થાન પામી છે. 2019માં ઓવર ઓલ કેટેગરીમાં દેશભરમાં ઈન્ડિયન ઈનસ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી પ્રથમ ક્રમે તો ગુજરાત યુનિવર્સીટી 112માં સ્થાને રહી છે. વર્ષ 2018માં યુનિવર્સીટી કેટેગરીમાં આણંદ કૃષિ યુનિવર્સીટી 83 અને નિરમા યુનિવર્સીટી 94 માં ક્રમે રહી હતી. આઈઆઈટી ગાંધીનગર 51 માં સ્થાન પર રહી હોવાના અહેવાલ છે.
