આણંદ: પોલીસે બાઇકની ચોરી કરતા આરોપીઓને ઝડપી પાડ્યા
Live TV
-
દિવસે દિવસે બાઇક ચોરીની ઘટનાઓ વધતી જાય છે..ત્યારે આણંદમાં વારંવાર બાઈકની ચોરી કરીને ફરાર થઈ જતા આરોપીને આખરે આણંદ ટાઉન પોલીસે ઝડપી પાડ્યો છે. આ સાથે જ વિદ્યાનગરમાં થયેલી 9 બાઈકની ચોરીનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે. આણંદ વ્યાયામ શાળા પાસે વાહન ચેકિંગ આરોપી પર શંકા જતા ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યુ કે આરોપી સુનીલ કાલસિંગ બારિયાએ આ અગાઉ ઘણા બાઈકની ચોરી કરી હતી.મળતી માહિતી મુજબ ઝડપાયેલો આરોપી આણંદ ગોપી ટોકિઝ પાસે ઈન્દિરાનગરમાં રહેતો હતો.
