જૂનાગઢ: થેલેસેમિયા ગ્રસ્ત બાળકોની સહાય માટે બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન
Live TV
-
કોરોના મહામારીના સમયમાં લોહી મળવું મુશ્કેલ બન્યુ છે.ત્યારે જૂનાગઢમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકોની સહાય માટે બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જૂનાગઢ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓના શિક્ષકો,સરકારી અને પ્રાઇવેટ સ્કુલોના ટ્રસ્ટીઓ તેમજ નાગરિકોએ મળીને બ્લડ ડોનેશન કેમ્પમાં થેલેસેમિયાના દર્દીઓ માટે બ્લડ આપીને પોતાનુ યોગદાન આપ્યુ હતું. જૂનાગઢના કલેક્ટર સૌરભ પારઘી તથા વિ.ડી.યો પ્રવીણ ચૌધરી અને ડી.ઇ.ઓ ઉપાધ્યાયએ દીપ પ્રગટાવી જાતે બ્લડ ડોનેટ કરી લોકોને પ્રોત્સાહિત કર્યા હતા.આ કાર્યક્રમમાં 300 લોહીની બોટલ એકઠી થઈ હતી.
