આદિવાસી મહિલાઓની આજીવીકા માટે નવતર પ્રયાસ
Live TV
-
નસવાડી અને કવાંટ તાલુકાની આદિવાસી મહિલાઓ ખેડૂત માટે કાયમી આજીવીકા ઉભી થાય. તે હેતુથી નસવાડી ખાતે ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજીની મદદથી રૂપિયા 1.35 કરોડના ખર્ચે કંપની શરૂ કરવામાં આવી છે.
વડોદરા સ્થિત દિપક ફાઉન્ડેશન દ્વારા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને કવાંટ તાલુકાની આદિવાસી મહિલાઓ ખેડૂત માટે કાયમી આજીવીકા ઉભી થાય. તે હેતુથી નસવાડી ખાતે ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજીની મદદથી રૂપિયા 1.35 કરોડના ખર્ચે કંપની શરૂ કરવામાં આવી છે. જેમાં 6000 જેટલી આદિવાસી મહિલાઓ કંપની સાથે જોડાઈ છે. આ કંપની થકી આદિવાસી ખેડૂતોને તેમની જણસ જેવી કે તુવેર, અડદ, ચણા, મગના પોષણ ક્ષમ ભાવો મળે છે. ઉપરાંત કંપની દ્વારા ઇન્સ્ટન્ટ ખીચડીનું પણ ઉત્પાદન થાય છે. ખીચડીનું માર્કેટીંગ અને ઉત્પાદન આદિવાસી મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે. પ્રોજેક્ટનું સંપૂર્ણ સંચાલન આદિવાસી મહિલાઓ દ્વારા જ થાય છે. નોંધનીય છે કે ઇન્સટન્ટ ખીચડીના આ પ્રોજેક્ટને મિલેનીયમ અલાયન્સ રાઉન્ડ-4 નો ઇન્નોવેશન એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્ટીફીક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ દ્વારા આદિવાસી મહિલાઓને ટેકનોલોજી ટ્રાન્સફર માટેનો એવોર્ડ પણ એનાયત થયેલો છે
