વડોદરામાં યોજાઈ મતગણતરીના સ્ટાફ માટે તાલિમશિબિર
Live TV
-
23મી મે ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. ત્યારે મતગણતરી સાથે સંકળાયેલા તમામ સ્ટાફ માટે વડોદરામાં તાલિમશિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મુખ્ય ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલ ની અધ્યક્ષતામાં આ તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમમાં એ આર ઓ, ડી ડી ઓ, મામલતદાર, તથા મતગણતરીમાં જોડાયેલ તમામ સ્ટાફ ને આવરી લેવામાં આવ્યા હતા.મત ગણતરી દરમિયાન ક્યાં ક્યાં મુદા અને બાબતો ધ્યાનમાં રાખવા તે અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઊલ્લેખનીય છે કે વડોદરામાં પોલીટેક્નિક કોલેજમાં મુકાયેલ ઇવીએમ ખાતે 23મીએ મતગણતરી હાથ ધરાશે. લોકસભાની ચૂંટણીના પરિણામને લઈને વહીવટી તંત્ર એકશનમાં આવી ગયુ હતુ.
