Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં વાતાવરણમાં પલટો, વાવાઝોડા સાથે વરસાદ

Live TV

X
  • મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં પણ એકાએક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના સરસ્વતી તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું.

    રાજ્યના હવામાનમાં અચાનક પલટા આવ્યો છે..  અમદાવાદ શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં ભારે પવન ફૂંકાયો હતો. અને શહેરમાં ધૂળની ડમરીઓ  ઉડી હતી. તો શહેરના પશ્ચિમ ભાગના અમુક સ્થળો પર ,ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતા. આ ઉપરાંત , આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવવા ના કારણે ભર ઉનાળે  ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતા. સામાન્ય લોકોને કાળ ઝાળ ગરમીમાં રાહત મળી હતી. તો કમોસમી વરસાદી ઝાપટાંના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં પણ એકાએક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના સરસ્વતી તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. ભારે પવનના પગલે અનેક મકાનોના છાપરાં ઉડ્યાં હતા. કમોસમી વરસાદ પગલે ખેતરમાં ઉભેલા બાજરી, એરંડા સહિત ઘઉંના પાકને નુકસાન થવાની વકી ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે. તો, અરવલ્લી જિલ્લામાં ગત મોડી રાત્રે વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાના કારણે જિલ્લામાં વ્યાપક નુકસાન થયાના સમાચાર મળી રહ્યા છે, અનુક્રમે શામળાજી, ટીંટોઇ, મેઘરજ તેમજ માલપુર વિસ્તારના ઘરોના છાપરાં પણ ઉડી ગયા હતા. વાવાઝોડાના પગલે 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયાના સમાચાર છે. તો, ભારે પવનને કારણે ઘણાં વૃક્ષો ધરાશાયી થયાની ઘટનાઓ પણ સામે આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply