Skip to main content
Settings Settings for Dark

આપણા ગરવી ગુજરાતે 59 વર્ષ પૂર્ણ કરી 60મા વર્ષમાં કર્યો મંગળ પ્રવેશ

Live TV

X
  • પહેલી મે 1960નો એ ઐતિહાસિક દિવસ.જ્યારે બૃહદ મુંબઈમાંથી એક અલગ રાજ્ય ગુજરાત બન્યું. રવિશંકર મહારાજના હસ્તે સ્થપાયેલા આપણા ગુજરાતે આજે અનેક ઉંચાઈઓ હાંસલ કરી લીધી છે.વિશ્વના ખૂણે ખૂણે ગુજરાતીઓએ પહોંચીને ગુજરાતને ધબકતુ રાખ્યું છે.આપણા ગરવી ગુજરાતે 59 વર્ષ પૂર્ણ કરી 60મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે.ત્યારે આવો જોઈએ ગરવા ગુજરાતની કેટલીક રસપ્રદ વાતો.

    પહેલી મે 1960નો એ ઐતિહાસિક દિવસ.જ્યારે બૃહદ મુંબઈમાંથી એક અલગ રાજ્ય ગુજરાત બન્યું. રવિશંકર મહારાજના હસ્તે સ્થપાયેલા આપણા ગુજરાતે આજે અનેક ઉંચાઈઓ હાંસલ કરી લીધી છે.વિશ્વના ખૂણે ખૂણે ગુજરાતીઓએ પહોંચીને ગુજરાતને ધબકતુ રાખ્યું છે.આપણા ગરવી ગુજરાતે 59 વર્ષ પૂર્ણ કરી 60મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે.ત્યારે આવો જોઈએ ગરવા ગુજરાતની કેટલીક રસપ્રદ વાતો.

    ગુજરાતનો આજે 60માં વર્ષમાં પ્રવેશ થયો છે. 1 મે 1960થી લઈ 1 મે 2019 સુધીના 60 વર્ષના ગુજરાતના ઈતિહાસમાં રાજ્યમાં કુલ 17 મુખ્યમંત્રીઓએ શાસન ચલાવ્યું...અને આ દરમિયાન અનેક ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે. જેના કારણે આજે ગુજરાત માત્ર ભારત જ નહિં પરંતુ સમગ્ર વિશ્વમાં એક વિકાસિત રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે... તેમજ આ નિર્ણયોએ જનજીવનને સરળ બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે....રાજ્યના દરેક ઝોનમાંથી એક અથવા એકથી વધુ મુખ્યમંત્રી મળ્યાં ગુજરાતને મળ્યા છે...પ્રથમ મુખ્યમંત્રી ડૉ.જીવરાજ મહેતા અમરેલી સૌરાષ્ટ્રના હતા...તો નરેન્દ્ર મોદી વડનગર ઉત્તર ગુજરાતમાંથી આવતા હતા...તો ચીમનભાઈ પટેલ સંખેડા મધ્યગુજરાતના હતા...સુરેશ મહેતા કચ્છ અને અમરસિંહ ચૌધરી દક્ષિણ ગુજરાતથી આવતા હતા...આ તમામ મુખ્યમંત્રીઓએ પોતાના ઝોનથી લઈ સમગ્ર ગુજરાતના સર્વાંગિક વિકાસ માટે બહુમૂલ્ય ફાળો આપ્યો છે. આ મુખ્યમંત્રીઓએ ગુજરાતના ઈતિહાસ, ભૂગોળ અને નાગરિક શાસ્ત્રના આધારે વિકાસની ગતિને તેજ બનાવવા માટે અનેક નિર્ણયો લીધા છે....

    ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે. જેમાં લોથલ અને ધોળાવીરાનો સમાવેશ થાય છે. ગુજરાતે ભારતને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોખંડી પુરૂષ સરદાર પટેલ જેવા બે સ્વપ્ન દ્રષ્ટાઓ આપ્યા છે. જેમાં સરદાર પટેલ દેશના પહેલા નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે...તો આ ગુજરાતને બે પ્રધાનમંત્રી પણ આપ્યા છે...ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદી જેવા કર્મનિષ્ઠ અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન આપ્યા છે. સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતનાં આર્થિક વિકાસમાં ખુબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે....તો આપને એ પણ જણાવી દઈએકે પૂર્વ વડાપ્રધાન ગુલઝારી લાલ નંદા પણ ગુજરાતમાંથી સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા....

    તો જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત. આ પંક્તિને આજે દુનિયાભરમાં વસેલા ગુજરાતીઓ સાર્થક કરી રહ્યા છે. વિશ્વ ગુજરાતી સમાજના આંકડાઓ મુજબ વિદેશમાં કુલ વસતા 1.60 કરોડ બિન નિવાસી ભારતીયોમાંથી 33 ટકા એટલે કે 50 લાખ આસપાસ એકલા ગુજરાતીઓ છે... કુલ 3 કરોડ ભારતીયો વિદેશમાં રહે છે. અમેરિકામાં અંદાજે 15 લાખ, યુકેમાં 7 લાખ ગુજરાતી છે. ..ગુજરાતીઓનો વતન પ્રેમ પણ ગજબ છે. સેમસંગના વાઇસ પ્રેસિડન્ટ પ્રણવ મિસ્રીએ વતન પાલનપુર પ્રત્યેના પ્રેમ ખાતર  કારની નંબર પ્લેટ  પર પાલનપુર લખાવી દીધું. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, ચરોતર અને દક્ષિણ ગુજરાતના અનેક ગામોમાંથી  વિદેશ વસેલા ગુજરાતીઓએ જાણે ગુજરાતની શાખાઓ વિદેશમાં વિસ્તારી છે.... તો ગુજરાતીઓ જ્યાં વસ્યાં છે એ દેશોના અર્થતંત્રને વિકસાવવામાં પણ મોટું યોગદાન આપતા રહ્યા છે. વિશ્વભરમાં રાજકારણ, વેપાર-ઉદ્યોગથી લઈને કળા-સાહિત્ય સુધીના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતીઓનો ડંકો છે....ત્યારે અવિરત ચારે તરફ ફેલાઈ રહેલું ગુજરાત અને તેના વહાલા ગુજરાતીઓ વધુને વધુ આગળ વધે અને વિશ્વ ફલક પર ગુજરાતનું નામ રોશન કરતા રહે તેવી અભ્યર્થના...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply