ઇન્દુ ચાચાની પ્રતિમાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પુષ્પાંજલિ અપર્ણ કરી
Live TV
-
અમદાવાદમાં નહેરૂ બ્રીજના છેડે આવેલ ઇન્દુ ચાચાની પ્રતિમાને મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પુષ્પાંજલિ અપર્ણ કરી હતી. ઇન્દુચાચા એ મહાગુજરાતની ચળવળ ચલાવીને ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવ્યો હતો. મહાગુજરાતની ચળવળમાં અનેક લોકો શહીદ થયા હતા,
આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. મહારાષ્ટ્રથી અલગ પડીને ગુજરાત રાજ્યની આજે સ્થાપના થઈ હતી. અમદાવાદમાં નહેરૂ બ્રીજના છેડે આવેલ ઇન્દુ ચાચાની પ્રતિમાને મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પુષ્પાંજલિ અપર્ણ કરી હતી. ઇન્દુચાચા એ મહાગુજરાતની ચળવળ ચલાવીને ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવ્યો હતો. મહાગુજરાતની ચળવળમાં અનેક લોકો શહીદ થયા હતા, ત્યારબાદ મુખ્યમંત્રી ભદ્ર ખાતે આવેલ શહીદ સ્મારક ખાતે પુષ્પાજંલિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ગમે તેવા પડકારોને પહોંચી વળવા સક્ષમ છે. ઇનદુચાચા યાજ્ઞિક, મોરારજી દેસાઈ જેવા અનેક નેતાઓએ ગુજરાતને નામના અપાવી છે. કાર્યક્રમમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બિજલબહેન પટેલ, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સહિત ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
