Skip to main content
Settings Settings for Dark

પીવાના પાણીના પુરવઠાની સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ પદે યોજવામાં આવી હતી બેઠક

Live TV

X
  • બેઠકમાં પાણી પુરવઠાની સ્થિતીએ , એક પ્રેઝન્ટેશન થયુ હતું , અને પુરી સમસ્યાની સમીક્ષા થઈ હતી. બેઠકમાં રાજયના વિવિધ વિસ્તારોની સમસ્યાની , ચર્ચા થઈ હતી. પીવાના પાણી માટે નર્મદા કેનાલની , માળીયા અને વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ ચાલુ રાખવા , બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

    રાજયમાં પીવાના પાણીના પુરવઠાની સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ પદે  પાટનગરમાં એક બેઠક યોજાઈ ગઈ. બેઠકમાં પાણી પુરવઠાની સ્થિતીએ , એક પ્રેઝન્ટેશન થયુ હતું , અને પુરી સમસ્યાની સમીક્ષા થઈ હતી. બેઠકમાં રાજયના વિવિધ વિસ્તારોની સમસ્યાની , ચર્ચા થઈ હતી. પીવાના પાણી માટે નર્મદા કેનાલની , માળીયા અને વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ ચાલુ રાખવા , બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. દેવભુમિ દ્વારકા, જામનગર, પોરબંદર, વિસ્તારો માટે , પાણી પુરવઠો વધારીને , 13 કરોડ લીટર પાણી પુરૂ પાડવામાં આવે છે. કચ્છ જિલ્લામાં પણ ભૂતકાળના મુકાબલે પુરવઠો વધારીને , 32 કરોડ લીટર પાણીનો પુરવઠો ઉપલબ્ધ કરાયો છે. રાજયમાં 62 તાલુકાના 258 ગામો , અને 263 ફળીયા મળીને ,, કુલ 521 વિસ્તારોમાં , 361 ટેન્કરના,, 1,581 ફેરાની મદદથી , પીવાના પાણીનો પુરવઠો પણ પુરો પાડવામાં આવે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ બેઠકમાં , જળ સંગ્રહ ક્ષમતા વધારવા સુચન કર્યું હતું. 14 હજાર લાખ ઘન ફુટ જળ સંગ્રહ ક્ષમતા વધારવાના લક્ષ્યાંક સાથે , રૂપીયા 330 કરોડના ખર્ચે , 13 હજાર 834 કામો હાથ ધરવામાં આવ્યા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply