ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીનો પર્યાપ્ત જથ્થો
Live TV
-
ગુજરાત આખાને પીવા માટે આપવમાં આવે તો પણ ન ખૂટે એટલું પાણી સરદાર સરોવરમાં છે. જે ગુજરાત માટે સારી વાત છે.
ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119.50 મીટર છે. જે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે 15 મીટર કરતા પણ વધારે છે. હાલમાં 24 કલાકમાં 1 હજાર 119 મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ જથ્થો છે. ગુજરાત આખાને પીવા માટે આપવમાં આવે તો પણ ન ખૂટે એટલું પાણી સરદાર સરોવરમાં છે. જે ગુજરાત માટે સારી વાત છે. બીજી તરફ નર્મદા નદી જીવંત રહે તે માટે ગોડબોલે ગેટમાંથી 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું જયારે મુખ્ય કેનાલમાંથી એવરેજ 3500 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે
