આયુષ્યમાન ભારત થકી લાલાભાઈને હાઈડ્રોસિલની બીમારીમાં મળી નિઃશુલ્ક સારવાર
Live TV
-
ગરીબ પરિવાર માટે આર્શીવાદ સ્વરૂપ દેશની સૌથી મોટી પ્રધાનમંત્રી આયુષ્યમાન જનઆરોગ્ય યોજનાનો લાભ મોટી સંખ્યામાં મહીસાગર જિલ્લાના લાભાર્થીઓ લઇ રહ્યા છે.
આ યોજના અંતર્ગત મહીસાગર જિલ્લાના આગરવાળાના અંતરિયાળ વિસ્તાર ઘોડાના મુવાડા ગામમાં રહેતા અને આઠ વર્ષથી હાઇડ્રોસિલની બીમારીથી પરેશાન થતાં ગરીબ પરિવારના લાલાભાઈ માછીનું જિલ્લાના બાલાસિનોર માં આવેલી ટ્રસ્ટ સંચાલિત કેએમજી જનરલ હોસ્પિટલમાં નિઃશુલ્ક સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે.
આઠ વર્ષ પછી બીમારીમાંથી રાહત થતા લાભાર્થીએ પ્રધાનમંત્રીની આ યોજના ખૂબ જ વખાણ કર્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
