દિવઃ મહિલાને ઘૂંટણના ઓપરેશનમાં આયુષ્યમાન ભારત થકી મળી નિઃશુલ્ક સારવાર
Live TV
-
પ્રધામંત્રી નરેન્દ્રમોદી દ્વારા શરૂ કરાયેલી આયુષ્યમાન ભારત યોજનાએ દેશના ગરીબો માટે આશિર્વાદ સમાન છે ત્યારે દિવના નાગવા ગામમાં રહેતા ગીચ બેન કે જેઓ નાગવા બીચ પર નાનકડી દુકાન ધરાવે છે અને ઠંડા પાણી અને મકાઈ વેંચી પોતાનું ગુજરાન ચલાવે છે.
તેમના બંને ઘુંટણમાં તકલીફ રહેતી હતી. તેમની આર્થિક સ્થિતિ સારી ન રહેતા તેમણે આયુષ્યમાન ભારત યોજનાનું કાર્ડ બનાવી આ યોજનાની સંપુર્ણ માહિતી મેળવી દિવના હોસ્પિટલમાં ઘુંટણનું મફત ઓપરેશન કરાવી રાહત મેળવી. તેઓ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીનો આ યોજના માટે ખૂબ આભાર માને છે.
