મહેસાણા-બે દિવસીય આરોગ્ય મેળાનો પ્રારંભ
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કરાવ્યો મેળાનો પ્રારંભ
મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે દ્વી દિવસીય આરોગ્ય મેળાનો પ્રારંભ કરાવતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રોજગારી, કૃષિ, આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ છેવાડાના માનવીને મળી રહી છે. સાર વારના અભાવે કોઈપણ દર્દીનું મૃત્યુ ન થાય તે દિશામાં આરોગ્યલક્ષી સેવાઓને સુદૃઢ બનાવાઈ છે. મહેસાણા જિલ્લામાં આયુષ્યમાન ભારત યોજનામાં 1, 38, 156 કુટુંબોના 5, 94, 058 લાભાર્થીઓને લાભ મળી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીની આગેવાની હેઠળ રાષ્ટ્રનો વિકાસ થઈ રહ્યો છે. આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, કિસાન સન્માન યોજના, લોકોમાં પ્રિય બની છે. સાંસદ જયશ્રીબહેન પટેલે જણાવ્યું હતું કે, આયુષ્યમાન ભારત યોજના થકી જિલ્લામાં 123 દવાખાનાઓમાં 1350 જેટલી બીમારી સર્જરીની સારવાર વિનામૂલ્યે થઈ રહી છે. કાર્યક્રમમાં આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ વિતરણ અને કિશોરીઓને પોષણ યોજના હેઠળ દવા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા સંજીવની રથ અને 108 વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
