PM નરેન્દ્ર મોદી 4 માર્ચથી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે
Live TV
-
અમદાવાદમાં ઉમિયાધામ ટેમ્પલ અને અડાલજમાં અન્નપૂર્ણાધામનું ખાતમર્હત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર્ મોદી 4 માર્ચથી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી જુદી જુદી વિકાસલક્ષી યોજનાનું ખાતમુર્હત તેમજ લોકાર્પણ કરશે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ તેઓ પ્રવાસ દરમિયાન ઉમિયાધામ ટેમ્પલ અને અડાલજમાં અન્નપૂર્ણાધામનું ખાતમર્હત કરશે. તેઓ જામનગરમાં જોડિયા ખાતે દરિયાના પાણીને મીઠું કરવા માટે ડિસેલિશેન પ્રોજેકટનું ખાતમુર્હત કરશે. રાજ્યના ચીફ સેક્રેટરી જે.એન સિંઘે જણાવ્યું કે, આ પ્રોજેક્ટની કચ્છ અને સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાને કેટલીક અંશે નિવારી શકાશે. તેઓ અમદાવાદમાં અને જામનગરમાં નવીનીકરણ પામેલ જીજી હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. તેઓ અમદાવાદમાં ફર્સ્ટ ફેઝ રેલ મેટ્રો પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે, પીએમ મોદી વસ્ત્રાલમાં પ્રધાનમંત્રી શ્રમજીવી ધન પેન્શન યોજનાને લોન્ચ કરશે.આ યોજના હેઠળ શ્રમજીવીને માસિક 3 હજારનું પેન્શન આપવામાં આવશે. પીએમ મોદીના આગમનના લઇને સુરક્ષાથી માંડીને તમામ તૈયારી પૂર્ણ કરી દેવાઈ છે.
