આયુષ્યમાન ભારત યોજના હેઠળ નિ:શુલ્ક સારવાર કરવામાં આવી
Live TV
-
આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આણંદ જીલ્લાનાં ખોરવાડ ગામના એક યુવક માટે આશીર્વદરૂપ નીવડી છે. ખોરવાડના લાલસિંહ વિનુભાઈ ચૌહાણ ઘણા સમયથી બીમાર રહેતા હતા. તેમના શરીરમાં પ્રોટીન ઓછું થવાથી તેમને સારવાર અર્થે આણંદ જિલ્લાનાં ચાગા ગામ ખાતે આવેલ ચારૂસેટ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યાં હતાં. જ્યાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ તેમની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી હતી. આ લાભ માટે તેઓએ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો
