દાહોદના અંતેલા ગામે દિપડાએ મહિલા પર કર્યો હુમલો
Live TV
-
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામે એક દિપડાએ મહિલા પર હુમલો કર્યો છે. 26 વર્ષીય મહિલા ખેતરમાં ઘાસ કાપતી હતી ત્યારે દીપડાએ તેની પર હુમલો કર્યો હતો. જેનાં કારણે મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હાલ દેવગઢ બારીયા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તો બીજી તરફ દેવગઢ બારીયાના રેબારી ગામે એક દીપડો કુવામાં ખાબક્યો હતો. વન વિભાગની ટીમે રેસક્યુ કરીને દીપડાને કુવામાંથી બહાર કાઢ્યો હતો.
