આર્થિક રીતે પછાત લોકોને 10 ટકા અનામત લાભ ચાલુ શૈક્ષણિક વર્ષથી મળશે
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાતમાં ધોરણ 10 અને 12 ના પરિણામો આવી ગયા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા મેડિકલ અને એન્જિનિયરિંગ સહિતના અભ્યાસ ક્રમોમાં 10 ટકા અનામતનો લાભ આપવા માટે જૂની અનામતને સ્પર્શ કર્યા વગર લાભ આપવા માટે 900 કરતા વધારે મેડિકલની સીટોમાં વધારો કરી આપવામાં આવ્યો છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આર્થિક રીતે પછાત લોકોને 10 ટકાનો બંધારણીય રીતે અનામતનો લાભ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતીને મળતી અનામતને સ્પર્શ કર્યા વગર આપવામાં આવ્યો હતો. આ અનામતનો લાભ ચાલુ શૈક્ષણિક વર્ષથી જ ગુજરાતમાં આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાતમાં ધોરણ 10 અને 12 ના પરિણામો આવી ગયા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા મેડિકલ અને એન્જિનિયરિંગ સહિતના અભ્યાસ ક્રમોમાં 10 ટકા અનામતનો લાભ આપવા માટે જૂની અનામતને સ્પર્શ કર્યા વગર લાભ આપવા માટે 900 કરતા વધારે મેડિકલની સીટોમાં વધારો કરી આપવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેડિકલની માફક અન્ય અભ્યાસક્રમમાં પણ આ જ રીતે અમલ કરવામાં આવશે.
