HSRP નંબર પ્લેટ લગાડવાની તારીખની મુદ્તમાં વધારો
Live TV
-
કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરેલ જોગવાઇ અનુસાર વાહનો પર હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવી ફરજિયાત છે. રાજ્યના જૂના વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવા માટેની આખરી તા.31 મે 2019 જાહેર કરાઈ હતી. જે સંદર્ભે હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવા માટે જનતાના વધુ પડતા ધસારાને અનુસંધાને તેમજ જનતાની વધુ સગવડતાને ધ્યાને રાખી આ માટેની તારીખ 31 ઓગષ્ટ 2019 સુધી લંબાવાઈ છે. આ મુદત બાદ તા.1લી સપ્ટેમ્બર 2019થી HSRP વિનાના વાહનો સામે સબંધિત તંત્ર દ્વારા દંડનીય કાર્યવાહી કરાશે.
