ધો-9, ધો-11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટ લેવાશે
Live TV
-
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-9 અને ધોરણ-11ના વર્ગ બઢતીના નિયમોમાં આ ધોરણોમાં ભણતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ નાપાસ થયેલા હોય તે વિદ્યાર્થીઓને વધુ એક તક આપી રી-ટેસ્ટ લેવાની સૂચના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવી છે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-9 અને ધોરણ-11ના વર્ગ બઢતીના નિયમોમાં આ ધોરણોમાં ભણતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ નાપાસ થયેલા હોય તે વિદ્યાર્થીઓને વધુ એક તક આપી રી-ટેસ્ટ લેવાની સૂચના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવી છે. ધોરણ-9 અને ધોરણ-11ની એપ્રિલ 2019માં લેવાયેલી પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રી-ટેસ્ટ આગામી 10મી જુન સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. શાળામાં ધોરણ-9 અને ધોરણ-11માં નાપાસ થયેલા તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીને આ અંગેની જાણ કરવાની રહેશે. રી-ટેસ્ટનું પરિણામ 15 જુન સુધીમાં વિદ્યાર્થીઓને મળે તે રીતે જાહેર કરવાનું રહેશે.
