Skip to main content
Settings Settings for Dark

આવતીકાલથી ગુજરાતમાં બજારો ફરી શરૂ, મૉલ-કૉમ્પલેક્ષ બંધ રહેશે 

Live TV

X
  • ગૃહ મંત્રાલયના નાની દુકાનો ખોલવાના નિર્ણયના ગણતરીના કલાકોમાં જ ગુજરાતમાં પણ બજારો ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સ અને સંપૂર્ણ તકેદારી સાથે આવતીકાલથી ખોલી શકશે દુકાનો.જોકે કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં દુકાનો ખોલવાની મંજૂરી નહીં.પાનમસાલા, હેરકટીંગ સલૂનને ખોલવાની નહીં મળે મંજૂરી.

    લોકડાઉન દરમિયાન નાગરિકો અને વેપારીઓના હિતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વના નિર્ણય લીધા છે.જેની માહિતી આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યુ હતુ કે રવિવારથી સમગ્ર ગુજરાતમાં મોબાઇલ શોપ, એસી રીપેર શોપ, પંચરની અને સ્ટેશનરીની દુકાનો ખોલવા માટે મંજુરી આપી છે. જેમાં કન્ટેન્મેન્ટ ઝોનમાં દુકાનો ખોલી નહી શકાય તેમજ મોલ કે શોપીંગ કોમ્પ્લેક્સમાં પણ દુકાનો નહી ખોલી શકાય. 

    માત્ર રહેણાંક વિસ્તારોમાં આવેલી શકાશે. આ માટે તેમને કલેક્ટર કચેરીમાંથી પરવાનગી લેવાની જરૂરિયાત નહી રહે પણ ગુમાસ્તા ધારાની કોપી સાથે રાખવી પડશે. તો અન્ય શરતોમાં કુલ સ્ટાફના 50 ટકા સ્ટાફ જ રાખવો પડશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તેનું પણ ધ્યાન રાખવાનું રહેશે. આ ઉપરાંત, આઇટી ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપાર પણ રવિવારથી ચાલુ થશે. અશ્વિનીકુમારે વધુમાં ઉમેર્યુ કે તો આજથી રાજ્યમાં 66 લાખ પરિવારો માટે અનાજનું વિતરણ શરૂ કરાયુ છે.

    - રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલ, રવિવાર તા. ર૬ એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે.
    - ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીશ્રીએ આ નિર્ણયની જાહેરાત કરી છે. 
    - આવી છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે. 
    - તદ્દઅનુસાર, જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે. 
    - દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના પ૦ ટકા સ્ટાફ રાખવાનો રહેશે. 
    - માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે. 
    - રાજ્યમાં હેરકટીંગ સલૂન-બાર્બર શોપ તેમજ પાન-ગુટકા-સીગારેટનું વેચાણ કરતી દુકાનો અને ટી-સ્ટોલ તથા રેસ્ટોરન્ટ અને હોટલ્સ ચાલુ રાખી શકાશે નહીં 
    - શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ-ગુમાસ્તા ધારા હેઠળ નોંધાયેલી દુકાનો અને ધંધા વ્યવસાયો ચાલુ કરી શકાશે. 
    - જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે. 
    - મુખ્યમંત્રીએ આ ઉપરાંત એવો પણ નિર્ણય કર્યો છે કે I.T તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ પ૦ ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply