લોકડાઉનથી કોરોનાને નિયંત્રણમાં રાખવામાં સફળતા મળી : જયંતિ રવિ
Live TV
-
SVP હોસ્પિટલ ખાતે ચાલી રહેલા પ્લાઝમા ટેસ્ટમાં સફળતા મળી
આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોક્ટર જ્યંતિ રવિએ જણાવ્યું હતું કે, લોકડાઉનથી કોરોનાને નિયંત્રણમાં રાખવામાં સફળતા મળી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં દરરોજ ક્ષમતા પ્રમાણે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત તેમણે વૃદ્ધો, સગર્ભા મહિલાઓને ખાસ કાળજી રાખવા જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, લોકો અફવાઓથી દુર રહે અને સજાગ રહે. આ ઉપરાંત તેમણે ટેસ્ટીંગની સંખ્યામાં ઘટાડો ન થયો હોવાનું જણાવ્યું હતું.
SVP હોસ્પિટલ ખાતે ચાલી રહેલા પ્લાઝમા ટેસ્ટમાં મળી સફળતા
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોક્ટર જ્યંતિ રવિએ જણાવ્યું હતું કે, SVP હોસ્પિટલ ખાતે ચાલી રહેલા પ્લાઝમા ટેસ્ટમાં સફળતા મળી છે. તેમણે કહ્યું કે, જે કોરોના વાયરસના દર્દીને પ્લાઝમા ચઢાવવામાં આવ્યા હતા, તે દર્દીની ઓક્સીજનની જરૂરીયાત ઓછી થઈ છે.
રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક વધારો
રાજ્યભરમાં કોરોના કેસની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ગઈકાલ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 2 હજાર 815 પર પહોંચી હતી. ભાવનગરમાં કુલ 39 લોકો કોરોના સંક્રમિત છે. ભાવનગરના ગ્રામ્ય વિસ્તાર સિહોરમાં, 20 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેઓ એક કોરોના સંક્રમિત દર્દીના સંપર્કમાં આવતા પ્રભાવિત થયા હતા. હાલ તેમને ભાવનગરની સમરસ હોસ્ટેલમાં તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે. તો આણંદ જિલ્લાના ખંભાતમાં એક પુરુષ અને બે મહિલાઓ સહિત ત્રણ નવા કેસ સામે આવ્યાં છે, જ્યારે એક દર્દીનું અવસાન થયું છે. તો રાજકોટમાં કોવિડ-19ના ટેસ્ટિંગ માટે 103 લોકોના ેસેમ્પલ લેવામાં આવ્યાં હતા. જેમાં 63 પુરુષોના જ્યારે 40 મહિલાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જો કે આ તમામના રિપોર્ટ નોર્મલ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
