રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યામાં ચિંતાજનક વધારો, ભાવનગરના સિહોરમાં 20 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ
Live TV
-
રાજ્યભરમાં કોરોના કેસની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ગઈકાલ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 2 હજાર 815 પર પહોંચી હતી. ભાવનગરમાં કુલ 39 લોકો કોરોના સંક્રમિત છે. ભાવનગરના ગ્રામ્ય વિસ્તાર સિહોરમાં, 20 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
તેઓ એક કોરોના સંક્રમિત દર્દીના સંપર્કમાં આવતા પ્રભાવિત થયા હતા. હાલ તેમને ભાવનગરની સમરસ હોસ્ટેલમાં તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે. તો આણંદ જિલ્લાના ખંભાતમાં એક પુરુષ અને બે મહિલાઓ સહિત ત્રણ નવા કેસ સામે આવ્યાં છે, જ્યારે એક દર્દીનું અવસાન થયું છે.
તો રાજકોટમાં કોવિડ-19ના ટેસ્ટિંગ માટે 103 લોકોના સેમ્પલ લેવામાં આવ્યાં હતા. જેમાં 63 પુરુષોના જ્યારે 40 મહિલાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જો કે આ તમામના રિપોર્ટ નોર્મલ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
